Home> Entertainment
Advertisement
Prev
Next

એક PHOTO ટ્વીટ કરીને કંગનાની બહેને રીતિકને ટોણો મારતા કહ્યું- 'કંગનાના ચક્કરમાં...'

કંગના રનૌતની બેન રંગોલીએ રીતિક રોશન સાથે એક ફોટો શેર કર્યો છે જેણે ખુબ ચકચાર મચાવી છે. આ ફોટો શેર કરીને રંગોલીએ રીતિકને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જૂની તસવીર શેર કરીને તેણે રીતિક પર આરોપ પણ લગાવ્યો છે. રંગોલી ચંદેલે તસવીર શેર કરીને લખ્યું કે રીતિક રોશન કંગનાની નજરમાં પોતાને સારો સાબિત કરવા માટે અનેક પેંતરા અજમાવતો હતો. તે તેને પણ ઈમ્પ્રેસ કરવાની કોશિશ કર્યા કરતો હતો. 

એક PHOTO ટ્વીટ કરીને કંગનાની બહેને રીતિકને ટોણો મારતા કહ્યું- 'કંગનાના ચક્કરમાં...'

નવી દિલ્હી: કંગના રનૌતની બેન રંગોલીએ રીતિક રોશન સાથે એક ફોટો શેર કર્યો છે જેણે ખુબ ચકચાર મચાવી છે. આ ફોટો શેર કરીને રંગોલીએ રીતિકને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જૂની તસવીર શેર કરીને તેણે રીતિક પર આરોપ પણ લગાવ્યો છે. રંગોલી ચંદેલે તસવીર શેર કરીને લખ્યું કે રીતિક રોશન કંગનાની નજરમાં પોતાને સારો સાબિત કરવા માટે અનેક પેંતરા અજમાવતો હતો. તે તેને પણ ઈમ્પ્રેસ કરવાની કોશિશ કર્યા કરતો હતો. 

ફોટો શેર કરીને રંગોલી ચંદેલે ટ્વીટ કરીને લખ્યું કે "આ જુઓ પપ્પુજી, આખો દિવસ મને ઈમ્પ્રેસ કરવામાં લાગ્યો રહેતો જેથી કરીને મારી બહેનની ગુડ બુક્સમાં આવે, અને આજ કાલ કહે છે કે હમ આપકે હૈ કોન!"

અત્રે જણાવવાનું કે રંગોલી ચંદેલની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ટ્વીટ પર સોશિયલ મીડિયામાં યૂઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે રંગોલીએ સોશિયલ મીડિયા પર આ તસવીર એવા સમયે શેર કરી કે જ્યારે એક યૂઝરે તેના પર આરોપ લગાવતા કહ્યું કે રંગોલી અને કંગના વારંવાર રીતિક રોશનને સ્ટોક કરી રહ્યાં છે. આ ટ્વીટનો જવાબ આપતા રંગોલીએ કહ્યું કે હું એવા વ્યક્તિને સ્ટોક કેમ કરું જે પોતે તેની પાછળ પાગલ છે, જે તેની પત્નીને પણ છોડી નથી શકતો કારણ કે તે પોતે તેના પપ્પાના પૈસે જીવન ગુજારી રહ્યો છે. કંગના રનૌતે ખુબ મહેનતથી ઘણી પ્રોપર્ટી ખરીદી છે પરંતુ તેની (રીતિક રોશન) પાસે પોતાનુ ઘર સુદ્ધા નથી. નેપોટિઝમનો પ્રોડક્ટ પપ્પુ, તેનામાં સ્ટોક જેવું શું છે? જેમ કે મે કહ્યું કે મરેલી ગાયમાંથી દૂધ મળતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More